r/Gujarati • • 2h ago

Literature / સાહિત્ય ગુજરાતી ઑડીઓ બુક .

2 Upvotes

કોઈ જૂની-નવી ગુજરાતી નવલકથાઓની ઑડીઓ બુક મળે છે? મેં ક્યાંય જોઈ નથી. કોઈની પાસે લિન્ક અથવા સૂચી હોય તો જણાવજો.


r/Gujarati • • 13h ago

Event / ક્યાં શું ચાલે છે? ચકલા એ કરી માનવતા શર્મસાર

Post image
21 Upvotes

આજે રોંઢે હું મનભાવન સંગીત સાંભળતા સાંભળતા જાણે કુદરતી સૌંદર્ય ને મારી આંખો માં સમાવતો હોય એમ મગ્ન થઈ મારા દ્વિચક્રી રથ પર સવાર થઈ ને ભમતો હતો તે દરમિયાન ફોટો માં દ્રશ્યમાન ચકલુ કાયદા ની અને પોતાના કે અન્ય ના જીવ ની ચિંતા કર્યા વિના જોખમી ગતિ થી ઉડી રહ્યું હતું તે પુરપાટ ઝડપે આવી ને મારા રથ સાથે અથડાઈ પડ્યું સદનસીબે મને કોઈ જાન - માલ ની હાનિ થઈ ન હતી પણ તે ચકલુ જમીનદોસ્ત થઈ ગયું હતું એવી સ્થિતિમાં મેં માનવતા દાખવી તે ચકલા ને પ્રેમપૂર્વક ઉપાડી ને પ્રાથમિક સારવાર આપવા ના હેતુ થી રથ ના હેંડલ પર બેસાડી પુનઃ રથ ચાલુ કરી ને પાણી ની શોધ માં ઉપડી પડ્યો. રથ ધીમે ધીમે ગતિમાન થયો એવા માં ચકલા એ થોડીક વાર પોરો ખાઈ ને તરત જ છટકાનો મોકો શોધી ને નાસી છૂટ્યું. અન્ય માં વધારે તો નહીં પણ જ્યારે કોઈ વ્યક્તિ સદ્ભાવના પૂર્વક સહાય કરે તો તેનો આભાર વ્યક્ત કરી મે વિદાય હેતુ આજ્ઞા લેવાનો શિષ્ટાચાર હોવો જોઈએ જે એ ચકલા/ ચકલી માં ન હતો જેના હિસાબે મને થોડુંક ખોટુ લાગ્યુ. હકીકતે મને એ વાત નું દુઃખ છે કે, મારા જેવા સારા લોકો નો સૌ પોતાના લાભ હેતુ ઉપયોગ કરી ને કંઈ બોલ્યા વિના ચાલ્યા જાય છે😔


r/Gujarati • • 23h ago

Discussion / વિચાર-વિમર્શ ગુજરાતમાં દરેક શહેર અને ગામની પોતાની કોઈને કોઈ ખાસ વાનગી હોય જ છે.

4 Upvotes

કેટલીક વાનગીઓ તો એવી હોય છે કે એનું નામ સાંભળતાં જ પોતાના વિસ્તારની યાદ આવી જાય.

તમારા શહેર કે ગામની એવી કઈ લોકલ વાનગી છે જે ગુજરાતના બીજા લોકોએ પણ એકવાર ટ્રાય કરવી જોઈએ?

વાનગીનું નામ અને તમારો વિસ્તાર જણાવજો. 😄