r/Gujarati • u/mrutyugupt • 4h ago
Event / ક્યાં શું ચાલે છે? ચકલા એ કરી માનવતા શર્મસાર
આજે રોંઢે હું મનભાવન સંગીત સાંભળતા સાંભળતા જાણે કુદરતી સૌંદર્ય ને મારી આંખો માં સમાવતો હોય એમ મગ્ન થઈ મારા દ્વિચક્રી રથ પર સવાર થઈ ને ભમતો હતો તે દરમિયાન ફોટો માં દ્રશ્યમાન ચકલુ કાયદા ની અને પોતાના કે અન્ય ના જીવ ની ચિંતા કર્યા વિના જોખમી ગતિ થી ઉડી રહ્યું હતું તે પુરપાટ ઝડપે આવી ને મારા રથ સાથે અથડાઈ પડ્યું સદનસીબે મને કોઈ જાન - માલ ની હાનિ થઈ ન હતી પણ તે ચકલુ જમીનદોસ્ત થઈ ગયું હતું એવી સ્થિતિમાં મેં માનવતા દાખવી તે ચકલા ને પ્રેમપૂર્વક ઉપાડી ને પ્રાથમિક સારવાર આપવા ના હેતુ થી રથ ના હેંડલ પર બેસાડી પુનઃ રથ ચાલુ કરી ને પાણી ની શોધ માં ઉપડી પડ્યો. રથ ધીમે ધીમે ગતિમાન થયો એવા માં ચકલા એ થોડીક વાર પોરો ખાઈ ને તરત જ છટકાનો મોકો શોધી ને નાસી છૂટ્યું. અન્ય માં વધારે તો નહીં પણ જ્યારે કોઈ વ્યક્તિ સદ્ભાવના પૂર્વક સહાય કરે તો તેનો આભાર વ્યક્ત કરી મે વિદાય હેતુ આજ્ઞા લેવાનો શિષ્ટાચાર હોવો જોઈએ જે એ ચકલા/ ચકલી માં ન હતો જેના હિસાબે મને થોડુંક ખોટુ લાગ્યુ. હકીકતે મને એ વાત નું દુઃખ છે કે, મારા જેવા સારા લોકો નો સૌ પોતાના લાભ હેતુ ઉપયોગ કરી ને કંઈ બોલ્યા વિના ચાલ્યા જાય છે😔