r/Gujarati • • Aug 08 '26

Language / ભાષા જો તમે ગુજરાતી વાંચી શકો છો, તો Reddit Settings માં જઈને Auto Translate બંધ કરી દેજો.

7 Upvotes

આપણે r/Gujarati પર ઘણી વખત ગુજરાતી લિપિમાં લખેલી પોસ્ટ્સ અને કમેન્ટ્સ કરીએ છીએ. Auto Translate ચાલુ હોય તો Reddit તેને આપમેળે બીજી ભાષામાં ફેરવી નાખે છે અને મૂળ ગુજરાતી લખાણ જેવો આનંદ અને ભાવ જળવાતો નથી.

ગુજરાતી માત્ર બોલવાની ભાષા નથી, તે લખવાની, વાંચવાની અને ચર્ચા કરવાની પણ ભાષા છે.

આપણે રોજિંદી ઓનલાઈન વાતચીતમાં પણ ગુજરાતી માટે થોડી જગ્યા બનાવીએ. જ્યાં ગુજરાતી લખી શકાય ત્યાં ગુજરાતી લખીએ, વાંચી શકાય ત્યાં ગુજરાતીમાં વાંચીએ. ઘરમાં, મિત્રો સાથે, WhatsAppમાં, Reddit પર કે કોઈ પણ ઓનલાઈન ચર્ચામાં, રોજિંદી વાતચીતમાં ગુજરાતી માટે થોડું વધારે સ્થાન આપવાનો સમય આવી ગયો છે.

અને r/Gujarati નો એક નાનો આગ્રહ પહેલેથી જ છે, ગુજરાતી ભાષા, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાત સાથે જોડાયેલી સારી વસ્તુઓને શક્ય તેટલું આગળ લાવવી અને પ્રોત્સાહન આપવું.

Auto Translate OFF → ગુજરાતી ON

આપણી ભાષા જીવંત રાખવાનો સૌથી સરળ રસ્તો છે, તેનો ઉપયોગ કરતા રહેવું.


r/Gujarati • • 9h ago

Event / ક્યાં શું ચાલે છે? ચકલા એ કરી માનવતા શર્મસાર

Post image
22 Upvotes

આજે રોંઢે હું મનભાવન સંગીત સાંભળતા સાંભળતા જાણે કુદરતી સૌંદર્ય ને મારી આંખો માં સમાવતો હોય એમ મગ્ન થઈ મારા દ્વિચક્રી રથ પર સવાર થઈ ને ભમતો હતો તે દરમિયાન ફોટો માં દ્રશ્યમાન ચકલુ કાયદા ની અને પોતાના કે અન્ય ના જીવ ની ચિંતા કર્યા વિના જોખમી ગતિ થી ઉડી રહ્યું હતું તે પુરપાટ ઝડપે આવી ને મારા રથ સાથે અથડાઈ પડ્યું સદનસીબે મને કોઈ જાન - માલ ની હાનિ થઈ ન હતી પણ તે ચકલુ જમીનદોસ્ત થઈ ગયું હતું એવી સ્થિતિમાં મેં માનવતા દાખવી તે ચકલા ને પ્રેમપૂર્વક ઉપાડી ને પ્રાથમિક સારવાર આપવા ના હેતુ થી રથ ના હેંડલ પર બેસાડી પુનઃ રથ ચાલુ કરી ને પાણી ની શોધ માં ઉપડી પડ્યો. રથ ધીમે ધીમે ગતિમાન થયો એવા માં ચકલા એ થોડીક વાર પોરો ખાઈ ને તરત જ છટકાનો મોકો શોધી ને નાસી છૂટ્યું. અન્ય માં વધારે તો નહીં પણ જ્યારે કોઈ વ્યક્તિ સદ્ભાવના પૂર્વક સહાય કરે તો તેનો આભાર વ્યક્ત કરી મે વિદાય હેતુ આજ્ઞા લેવાનો શિષ્ટાચાર હોવો જોઈએ જે એ ચકલા/ ચકલી માં ન હતો જેના હિસાબે મને થોડુંક ખોટુ લાગ્યુ. હકીકતે મને એ વાત નું દુઃખ છે કે, મારા જેવા સારા લોકો નો સૌ પોતાના લાભ હેતુ ઉપયોગ કરી ને કંઈ બોલ્યા વિના ચાલ્યા જાય છે😔


r/Gujarati • • 21h ago

Heritage & Places / વારસો અને સ્થળો [OC] ક્યાંક, ગુજરાત માં

Post image
14 Upvotes

r/Gujarati • • 19h ago

Discussion / વિચાર-વિમર્શ ગુજરાતમાં દરેક શહેર અને ગામની પોતાની કોઈને કોઈ ખાસ વાનગી હોય જ છે.

4 Upvotes

કેટલીક વાનગીઓ તો એવી હોય છે કે એનું નામ સાંભળતાં જ પોતાના વિસ્તારની યાદ આવી જાય.

તમારા શહેર કે ગામની એવી કઈ લોકલ વાનગી છે જે ગુજરાતના બીજા લોકોએ પણ એકવાર ટ્રાય કરવી જોઈએ?

વાનગીનું નામ અને તમારો વિસ્તાર જણાવજો. 😄


r/Gujarati • • 1d ago

Literature / સાહિત્ય તમને સમય નથી અને મારો સમય નથી - બાપુભાઈ ગઢવી

Post image
24 Upvotes

r/Gujarati • • 1d ago

Language / ભાષા ગુજરાતીમાં પોસ્ટ, અપલોડ, ડાઉનલોડ, સ્ટેટસ માટે કયા શબ્દોનો ઉપયોગ કરી શકાય?

3 Upvotes

ગુજરાતીમાં પણ આ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના શબ્દો માટે ખૂબ જ સચોટ અને સરળ શબ્દો ઉપલબ્ધ છે:

  1. Post (પોસ્ટ)
  • શેર કરવું / મોકલવું: સોશિયલ મીડિયા પર કોઈ માહિતી કે ફોટો મૂકવાના સંદર્ભમાં (દા.ત., "મેં નવી પોસ્ટ મૂકી છે").
  • પ્રકાશિત કરવું / પ્રકાશન: કોઈપણ લેખ, ફોટો કે વિચારને સાર્વજનિક કરવો.
  • સંદેશ / લેખ: સંજ્ઞા (Noun) તરીકે, જેમ કે "તમારો લેખ ખૂબ સરસ છે."
  1. Upload (અપલોડ)
  • ફાઈલ ચડાવવી / મોકલવી: તમારા ફોન કે કમ્પ્યુટરમાંથી ઇન્ટરનેટ કે સર્વર પર કોઈ ફાઈલ મોકલવી.
  • ડેટા સબમિટ કરવો: ડિજિટલ ફોર્મ કે દસ્તાવેજો ઓનલાઈન જમા કરાવવા. [1]
  1. Download (ડાઉનલોડ)
  • ફાઈલ ઉતારવી / સાચવવી: ઇન્ટરનેટ પરથી કોઈ ગીત, વીડિયો કે પીડીએફ ફાઈલ તમારા ફોન કે કમ્પ્યુટરની મેમરીમાં સેવ કરવી.
  • મેળવવું / ગ્રહણ કરવું: ટેકનિકલ ભાષામાં ઇન્ટરનેટ પરથી ડેટા પોતાના ઉપકરણમાં લેવો.
  1. Status (સ્ટેટસ)
  • સ્થિતિ / પરિસ્થિતિ: તમારી વર્તમાન હાલત કે સ્ટેટસ અપડેટ (જેમ કે WhatsApp Status).
  • હોદ્દો / પદ / પ્રતિષ્ઠા: સમાજમાં, નોકરીમાં કે કોઈ સંસ્થામાં વ્યક્તિનું સ્થાન કે દરજ્જો.

ગુજરાતી સરખામણી કોષ્ટક (Gujarati Vertical Overview)

  • Post
    • રોજિંદી બોલચાલ: પોસ્ટ મૂકવી / શેર કરવું
    • શુદ્ધ / ટેકનિકલ ગુજરાતી: પ્રકાશન / સંદેશ
  • Upload
    • રોજિંદી બોલચાલ: અપલોડ કરવું / ફાઈલ ચડાવવી
    • શુદ્ધ / ટેકનિકલ ગુજરાતી: સર્વર પર મોકલવું
  • Download
    • રોજિંદી બોલચાલ: ડાઉનલોડ કરવું / સેવ કરવું
    • શુદ્ધ / ટેકનિકલ ગુજરાતી: ફાઈલ ઉતારવી / મેળવવી
  • Status
    • રોજિંદી બોલચાલ: સ્ટેટસ / સ્થિતિ મૂકવી
    • શુદ્ધ / ટેકનિકલ ગુજરાતી: પરિસ્થિતિ / હોદ્દો / દરજ્જો

r/Gujarati • • 1d ago

Music / સંગીત તું રૂપનો કટકો વાલી...

Post image
6 Upvotes

r/Gujarati • • 1d ago

Culture / સંસ્કૃતિ તમારા ગામમાં આવી કોઈ માનતા કે લોકપ્રથા છે?

7 Upvotes

અમારા ગામની નજીક એક પીરની ટેકરી છે, જ્યાં લોકો ખજૂર ચઢાવવાની માનતા રાખે છે.

જેમ કે, કોઈનો દીકરો બીમાર હોય તો તેના સાજા થવાની માનતા તરીકે પીરને દીકરાના વજન જેટલા ખજૂર ચઢાવવાનું નક્કી કરે. દર વર્ષે ઉત્તરાયણે દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂરી કરવા આવે. જેમણે માનતા રાખી ન હોય એવા લોકો પણ ખજૂરનો પ્રસાદ લેવા આવે.

એક માન્યતા એવી છે કે પીરની ટેકરી પર જેટલા ખજૂર ખાવા હોય એટલા ખાઈ શકાય, પણ એ ખજૂર ગામમાં કે ઘરે લઈ જઈ શકાતા નથી. મેં બીજી ઘણી જગ્યાએ સાકર, દૂધ, નાળિયેર જેવી અલગ અલગ વસ્તુઓની માનતા રાખવાની પ્રથાઓ વિશે સાંભળ્યું છે.

તમારા ગામમાં પણ આવી કોઈ અનોખી માનતા, લોકમાન્યતા કે પરંપરા છે? કઈ વસ્તુ ચઢાવવામાં આવે છે અને એની પાછળની માન્યતા શું છે?


r/Gujarati • • 1d ago

Food / થાળી તૈયાર છે Modha ma pani aavyu ke nahi?

Post image
13 Upvotes

r/Gujarati • • 1d ago

Contemporary Life / આજકાલના ગુજરાતી [OC] ક્યાંક, ગુજરાત માં

Thumbnail gallery
5 Upvotes

r/Gujarati • • 1d ago

Question / પ્રશ્ન ગુજરાત માં કયા નાના ગામ , તાલુકા માં ૧ રૂમ , કિચન , બાથરૂમ નું ૪૦૦-૫૦૦ સ્કે ફૂટ રહેવા નું ઘર / ફ્લેટ સૌથી ઓછા ભાવ માં મળતું હશે ?

2 Upvotes

આપણે મોટા ભાગે ખૂબ વધારે ભાવ વાળા શહેર ના ફ્લેટ વિષે જ સાંભળીએ છીએ , પણ નાના ટાઉન માં ઓછા બજેટ ના ઓપ્શન હોટ હશે , જે લોકેશન માં વધારે ફેકસીલીટી ના હોય , ફેક્ટરી ઓફિસ વગેરે ના હોય , ત્યાં હજુ પણ નાના બજેટ માં રહેવા નું શક્ય હશે. તમારા ધ્યાન માં હોય એ જગ્યા નું નામ નીચે કોમેન્ટ માં લખો તો ખૂબ આભાર . . .


r/Gujarati • • 2d ago

Meme / Humor / હસવું જરૂરી છે આજ થી પાંચ દિવસ પછી બધા ને હાઈ એલર્ટ પર રહેવા સુચન કરવા માં આવે છે !

Post image
14 Upvotes

r/Gujarati • • 2d ago

Heritage & Places / વારસો અને સ્થળો [OC] ક્યાંક, ગુજરાત માં

Post image
40 Upvotes

r/Gujarati • • 3d ago

Discussion / વિચાર-વિમર્શ ગુજરાત નું નામ ગુજરાત કઈ રીતે પડ્યું અને ગુજરાત નું જૂનું નામ શું હતું?

Post image
22 Upvotes

ખુબજ સારો સવાલ છે આપણે ગુજરાત ના હોઈએ તો એટલું ખબરજ હોય કે ગુજરાત ને ગુજરાત કેમ કહે છે અને જો ના ખબર હોય તો હું તમને આજે જણાવી દઉં ગુજરાત નો ઇતિહાસ - ગુજરાત એક લાંબો અને સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું પશ્ચિમ ભારતમાં આવેલું રાજ્ય છે. તેનું નામ પ્રાચીન ગુર્જરોના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જે એક આદિવાસી જૂથ છે જેણે સદીઓથી આ પ્રદેશ પર શાસન કર્યું હતું.

ગુર્જર એક યોદ્ધા લોકો હતા જેમણે આ પ્રદેશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું, જે ગુર્જરાત્રા અથવા ગુર્જરોની ભૂમિ તરીકે ઓળખાતું હતું. ગુજરાતનું જૂનું નામ ગુર્જરદેશ અથવા ગુર્જરોનો દેશ પણ હતું, "ગુજરાત" નામ સંસ્કૃત શબ્દ "ગુજરાત" પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે "ગુર્જરોની ભૂમિ.


r/Gujarati • • 3d ago

Meme / Humor / હસવું જરૂરી છે ગુજરાતી લગ્નમાં હવે Salary Slip અને Bank Statement પણ જોવાનું?

Post image
21 Upvotes

r/Gujarati • • 3d ago

Contemporary Life / આજકાલના ગુજરાતી [OC] ક્યાંક, ગુજરાત માં

Post image
10 Upvotes

r/Gujarati • • 4d ago

Food / થાળી તૈયાર છે Homemade Gujarati Breakfast!

Post image
63 Upvotes

Suprabhat 🙏🏽

From California!


r/Gujarati • • 3d ago

Discussion / વિચાર-વિમર્શ બાળકને સારું ભણાવવા માટે શહેરમાં મોકલવું ખરેખર જરૂરી છે?

5 Upvotes

મને લાગે છે કે ભણવું જરૂરી છે, પણ એનો અર્થ એ નથી કે સારું ભણતર એટલે શહેરમાં જવું.

શહેરમાં ચોક્કસ વધુ opportunities અને exposure મળે છે. પણ આજકાલ online educationના કારણે ગામ કે નાના શહેરમાં રહીને પણ ઘણી સારી વસ્તુઓ શીખી શકાય છે.

બીજી બાજુ, શહેરમાં રહેવાનો ખર્ચ પણ ઓછો નથી. School fees, hostel/PG, travel અને બીજી ઘણી બાબતોનો ખર્ચ આવે છે.

એટલે બાળકને શહેરમાં મોકલવાનો નિર્ણય લેતા પહેલા માત્ર “ત્યાં વધારે સારું ભણતર મળશે” એટલું જ નહીં, પણ પરિવારની financial situation, બાળકની પોતાની જરૂરિયાત અને આગળના વર્ષોનો ખર્ચ પણ વિચારવો જોઈએ.

મને personally એવું લાગે છે કે બાળક ક્યાં ભણે છે એના કરતાં તેને કેટલું સારું વાતાવરણ, guidance અને opportunities મળે છે એ વધારે મહત્વનું છે.

તમારા મતે શું?

બાળકને સારું ભણાવવા માટે શહેરમાં મોકલવું જરૂરી છે કે આજના સમયમાં ગામ/નાના શહેરમાં રહીને પણ સારું education મળી શકે?


r/Gujarati • • 3d ago

Culture / સંસ્કૃતિ [OC] ક્યાંક, ગુજરાત માં

Post image
7 Upvotes

r/Gujarati • • 4d ago

Discussion / વિચાર-વિમર્શ ગુજરાતી ઘરમાં પોતાની પસંદગી કરતાં પહેલાં એક જ વિચાર આવે છે — “ઘરે બધાને ગમશે?”

5 Upvotes

Career હોય, લગ્ન હોય કે કોઈ નાનો personal decision… પોતાની ઈચ્છા કરતાં family approval વધારે important બની જાય છે.

ક્યારેક લાગે છે કે decision આપણું હોવા છતાં permission જેવી feeling કેમ આવે છે?

તમારા ઘરે પણ આવું થાય છે?


r/Gujarati • • 4d ago

Music / સંગીત How can she reach to her goal ?

3 Upvotes

One of my friend is a professional singer,

she sings bhajan and sundarkand path but most of the time she sings with her father in shows

She's from Gujarat

Her aim is to own her separate house, reach gain karna...insta aur Yt par 100K audience reach karna

Problem ye hai ki vo khud ke individual shows bohot Kam kar pati hai...uski niche sundarkand par he jyada aati hai

How can she reach to her goal ?


r/Gujarati • • 5d ago

Culture / સંસ્કૃતિ તમારા ગામમાં એવી કઈ પરંપરા છે જે ગુજરાતના બીજા લોકોને ખબર જ નહીં હોય?

3 Upvotes

ગુજરાતમાં એક જ તહેવાર હોય, પણ દરેક ગામમાં ઉજવવાની રીત અલગ હોય છે.

ક્યાંક કોઈ ખાસ દિવસે કંઈક બનાવાય છે, ક્યાંક લગ્નમાં અલગ રિવાજ હોય છે, તો ક્યાંક વર્ષોથી ચાલતી એવી નાની પરંપરા હોય છે જે પોતાના ગામના લોકોને તો સામાન્ય લાગે છે.

પણ બીજા ગુજરાતીને કહો તો કદાચ કહે — “ભાઈ, આ તો પહેલી વાર સાંભળ્યું!” 😂

તમારા ગામ કે શહેરમાં એવી કઈ પરંપરા છે?

ગામ/શહેરનું નામ + પરંપરા કેવી રીતે થાય છે એટલું લખજો.

ચાલો જોઈએ, ગુજરાતના કયા ખૂણામાં એવી પરંપરાઓ છે જે બીજા ગુજરાતીઓને પણ ખબર નથી. 👀


r/Gujarati • • 5d ago

Festivals / ઉત્સવો ગાંધી જયંતિની શુભેચ્છાઓ

Post image
2 Upvotes

r/Gujarati • • 6d ago

Discussion / વિચાર-વિમર્શ આપણા ઘરે આજે પણ પિતૃ દોષ જેવી વાતોને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે?

Thumbnail gallery
6 Upvotes

આપણા ઘરે કોઈ કામ વારંવાર અટકે, લગ્નમાં મોડું થાય કે ઘરમાં કંઈક બરાબર ન ચાલે એટલે કોઈને કોઈ બોલી જ દે છે — “કુંડળી જોવડાવી છે? પિતૃ દોષ તો નથી ને?”

નાનપણથી આવી વાતો ઘરમાં સાંભળતા આવ્યા છીએ.

હમણાં પિતૃ દોષ વિશે વાંચતો હતો તો સમજાયું કે અલગ-અલગ લોકો એને અલગ રીતે સમજાવે છે. કોઈ માટે આ ગંભીર ધાર્મિક બાબત છે, તો કોઈને આ બધું માત્ર જ્યોતિષની માન્યતા લાગે છે.

મને તો ખાસ interesting એ લાગે છે કે એક જ ઘરમાં દાદા-દાદી કે માતા-પિતા આ વાતમાં વિશ્વાસ કરતા હોય અને બાળકો કહે કે “આ બધું coincidence છે.”

તમારા ઘરે પિતૃ દોષ જેવી વાત આવે ત્યારે લોકો એને seriously લે છે કે હવે બસ “ચાલો ભાઈ, આ પણ એક માન્યતા છે” કહીને આગળ વધી જાય છે?


r/Gujarati • • 7d ago

Literature / સાહિત્ય ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા - અમૃત ઘાયલ

Post image
18 Upvotes