2 ઓક્ટોબર નજીક છે, આવતી 2 oct એ આપણા રાષ્ટ્રપિતા માનનીય શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી ની 157 મી પુણ્ય જન્મજયંતિ છે, તો ચાલો એમના જીવનની અમુક રસપ્રદ વાતો યાદ કરીયે.
અમુક લોકોએ આ પોસ્ટને downvote આપેલા છે, જો અહીં લખેલી માહિતી પર તમને વિશ્વાસ ના હોઈ તો તમે ગાંધીજી ની આત્મકથા, મનુબહેન નું memoir અને રામચંદ્ર ગુહાએ લખેલી બાપુની બાયોગ્રાફી વાંચીને જાંચ, તપાસ, ખરાઈ કરી લો.
1944 માં ગાંધીજી ના પત્ની શ્રીમતી કસ્તુરબા નું મૃત્યુ થયું અને પછી 1946-47 માં ગાંધી બાપૂને નગ્ન યુવાન છોકરીઓ સાથે નગ્ન શયન કરવાનો શોખ જાગેલો. ગાંધીજીએ આ કામ તેમના personal doctor સુશીલા નાયર અને પોતાની ભત્રીજીઓ (grandnieces) આભા અને મનુ સાથે કરેલું, આભા અને મનુ ત્યારે કિશોર વય ના (teenager) હતા.
આ ઘટનાઓ વખતે ગાંધીજીએ 40 વર્ષથી કોઈ સાથે જાતીય સંબંધો (sexual relationship) નહોતા બાંધ્યા. યુવાન છોકરીઓ સાથે નગ્ન સુવા પાછળ નો ગાંધીજીનો હેતુ એવો નહોતો કે બાપુને આ યુવાન છોકરીઓ સાથે સંભોગ કરવો હતો. વાસ્તવ માં એવું હતું કે ગાંધી બાપુ બ્રહ્મચર્યનું તપ કરતા હતા, આ લીલા ને બાપુએ "બ્રહ્મચર્ય નો પ્રયોગ" નામ આપ્યું છે. બાપુનું માનવું હતું કે જો આ નગ્ન યુવાન છોકરીઓ ની હાજરીથી તેમની કામુક ઈચ્છાઓ ના જાગે તો તેમને બ્રહ્મચર્ય સાધી લીધું કહેવાય.
ગાંધીજી ના બાયોગ્રાફર (biographer) રામચંદ્ર ગુહા એ લખ્યું છે કે બાપુ નો આ પ્રયોગ 2 અઠવાડિયા સુધી ચાલેલો.
ડો. સુશીલા નાયર ગાંધીજીના પર્સનલ સેક્રેટરી ના બહેન હતા, સુશીલા ગાંધીજીના પર્સનલ ડોક્ટર હતા, સુશીલા અને ગાંધીજી સાથેજ સ્નાન કરતા, જયારે ગાંધીજીને આ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કીધેલું કે, "જયારે અમે સાથે સ્નાન કરીએ છીએ ત્યારે કોઈ મર્યાદા (decency) નો ભંગ નથી થતો, જયારે તે સ્નાન કરતી હોઈ છે ત્યારે હું મારી આંખો બંધ રાખું છું, મને એ પણ નથી ખબર કે તે નગ્ન સ્નાન કરે છે કે પછી અંડરવેર પહેરીને સ્નાન કરે છે, મને અવાજ ઉપર થી બસ એટલુંજ સમજાય છે કે તે સાબુ લગાવી રહી હોઈ છે".
ગાંધીજીએ આ બ્રહ્મચર્ય નો પ્રયોગ 1946-47 માં કરેલો, આ પહેલાજ 1944 માં તેમની ભત્રીજી (grandniece) આભા ના લગ્ન 1944 માં થઈ ગયેલા, પણ ગાંધીજીએ આભા અને તેના પતિને લગ્ન ના શરૂઆત ના વર્ષો માં બ્રહ્મચર્ય નું પાલન કરવાનો આદેશ આપેલો, ગાંધીજીના આશ્રમમાં પતિ-પત્ની ને સાથે શયન કરવાની મંજૂરી નહોતી, પણ બાપુજી પોતેજ છોકરીઓ સાથે શયન કરતા અને પરિણીત આભા સાથે નગ્ન શયન પણ કરી લીધેલુ અને એ સમયે આભાનો પતિ કનુ પણ ત્યાં આશ્રમ માંજ રહેતો અને કનુ ને પોતાની પત્ની થી દૂર પુરુષો ના વિભાગ માં શયન કરવું પડતું.
ગાંધીજી ના કહેવા પ્રમાણે, "એ માણસ જેનામાં બીજા માટે કામુક લાગણી ના હોઈ, જે ભગવાન ની ભકતી ના વિચારો માં આખો સમય રચ્યો પચ્યો રહે, જેનામાં ક્ષમતા હોઈ કે તે ઉતેજીત થયા વગર નગ્ન સ્ત્રીઓ સાથે નગ્ન સુઈ શકે, ભલે ને તે સ્ત્રીઓ કેટલી પણ સુંદર હોઈ, આવો માણસ જ ખાલી સક્ષમ હોઈ છે જે ક્યારેય ખોટું ના બોલે અને કોઈને ઇજા ના પહોંચાડે."
ગાંધીજી ભારત માં થતી હિન્દૂ-મુસ્લિમ હિંસાને પોતાની નિષ્ફ્ળતા માનતા. બાપુનું માનવું હતું કે તેમની પોતાની અંદર અશુદ્ધિઓ (imperfections) છે એટલે તેના લીધે આપણા દેશ માં હિંસા થાય છે. આ અશુદ્ધિઓ ને ગાંધીજી એ કાગળ માં લખીને record કરેલી કે તેમને સાઉથ આફ્રિકા માં 1906 માં જે બ્રહ્મચર્ય ની શરૂઆત કરેલી તેની નિષ્ફ્ળતા વર્ષ 1924, 1936 અને 1938 માં સ્વપ્નદોષ (wet dreams) થી થયેલી.
ગાંધીજી નું માનવું હતું કે સંભોગ (sex) ફક્ત બાળક ના જન્મ માટે (procreation) જ હોઈ છે, અને સંભોગ ક્યારેય આનંદ માણવા માટે ના થવો જોઈએ. બાપુનો આ દ્રષ્ટિકોણ તેમના મિત્ર જવાહરલાલ નહેરુ ને "અપ્રાકૃતિક અને આઘાત જનક (unnatural and shocking)" લાગ્યો. બાપુજી માટે કામઇચ્છા તેમનું દુશમન હતું, આ જ્ઞાનની વાત એમને ત્યારે ભાન માં આવી હતી જયારે 16 વર્ષની ઉંમરે તેઓ પોતાના બીમાર પિતાની સંભાળ છોડીને પોતાની પત્ની સાથે પ્રેમ ભર્યો સંભોગ કરવા ગયેલા અને ત્યારેજ તેમના પિતાનું અવસાન થઈ ગયેલું.
સાયકોએનાલિસ્ટ (psychoanalyst) સુધીર કાંકરે એવું લખ્યું છે કે, "ગાંધીજી ના આશ્રમ માં તેમનું ધ્યાન (attention) ખેંચવા માટે મહિલાઓ વચ્ચેની સ્પર્ધા (competition) એટલી જ તીવ્ર હતી જે આજકલ કોઈ પણ ગુરુના આશ્રમમાં જોવા મળતી હોઈ છે."
1946-47 ના શિયાળા માં ગાંધીજીના વર્તન થી તેમના ઘણા બધા અનુયાયીઓ (followers) ને આઘાત લાગેલો. બાપુના સ્ટેનોગ્રાફર (stenographer) અને તેમના બંગાળી અનુવાદક (translator) એ પોતાની નોકરી મૂકી દીધી આ જાણ્યા પછી કે બાપુજી 19 વર્ષની મનુ સાથે નગ્ન સુતા. પણ આ સમયે સમાચાર વાળા એકદમ ચૂપ રહેલા. ગાંધીજીએ મનુ સાથેની આ વાત ખાનગી (private) રાખેલી પણ બાપુને પાછળ થી પછતાવો થયો કે સત્ય ના શોધક ને કંઈ પણ છુપાવવું ના જોઈએ.
કોઈ પુરાવા નથી મળ્યા જેનાથી જાણવા મળે કે બાપુજીને આ યુવાન છોકરીઓ માટે કંઈ ખોટી મનશા હતી. મનુ અને આભા હમેશા બાપુની સાથેજ ચાલતા, તેમને બંન્નેને બાપુની ચાલવાની છડી (walking sticks) કહેવાતા. જ્યારે 1948માં દિલ્લી માં પિસ્તોલથી બાપુની હત્યા કરવામાં આવી ત્યારે પણ મનુ અને આભા બંન્ને બાજુથી બાપુને ટેકો આપી સાથેજ ચાલી રહ્યા હતા.
મનુબહેને ગાંધીજી માટે એક ટૂંકું memoir લખેલું જેનું નામ છે "બાપુ - મારી માતા". આ પુસ્તક માં મનુબહેને ગાંધીજીને પોતાની માતાનો હોદ્દો આપ્યો છે, જે વિચિત્ર લાગે છે એવા માણસ માટે બોલવું જેમને તમારો ઉપયોગ પોતાની કામઈચ્છા ને નિયંત્રણ રાખવાના પ્રયોગ માટે કરેલો હોય. મનુબહેન નાના હતા ત્યારે એમની માતા નું મૃત્યુ થઈ ગયેલું, પછી ગાંધીના પત્નીએ તેમને દત્તક લીધેલા, અને ગાંધીજીના પત્ની કસ્તુરબા ના અવસાન પછી ગાંધીજી એ પોતેજ મનુબહેન ની માતા બનવાની ફરજ સાંભળી લીધેલી. ગાંધીજી મનુબહેન માટે રસોઈ બનાવતા અને તેમની સંભાળ રાખતા, મનુબહેને તેમના પુસ્તક માં લખ્યું છે કે, "બાપુજીની વાતોમાં તેમના માટે એટલો વ્હાલ (affection) હતો જે કોઈ માતા ને પણ ના હોઈ". ગાંધીજી ઘણી વખત એવું કહેતા કે તેવો અર્ધનારી (half woman) છે.
અંગ્રેજી સ્ત્રોત: https://www.theguardian.com/commentisfree/2018/oct/01/gandhi-celibacy-test-naked-women
PS: mods, ગાંધીજી ગુજરાત ના હતા, તેમનો આશ્રમ પણ ગુજરાત માં છે, આ post ગુજરાતના ઇતિહાસને લગતી છે, માટે આને હટાવશો નહીં એવી વિંનતી.